સુપ્રીમ કોર્ટે આયુર્વેદિક કંપની પતંજલિ આયુર્વેદ ની ભ્રામક જાહેરાતના કેસમાં બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને નોટિસ જારી કરી છે. તેમને બે અઠવાડિયા પછી કોર્ટ માં હાજર થવાનો આદેશ આપ્યો છે. કોર્ટે રામદેવને પૂછ્યું છે કે તેમની સામે અવમાનનાની કાર્યવાહી શા માટે ન કરવી જોઈએ? કોર્ટે કહ્યું કે આ બંનેએ પ્રથમ નજરે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. હવે આ કેસમાં આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે.