- ગુરૂ બાબા રામદેવની પતંજલિ કંપનીને 5 વર્ષમાં પહેલીવાર માર પડ્યો છે અને તે પણ જે સરકારને લાવવા માટે તેમણે ભારે મહેનત કરી તે મોદી સરકારના જીએસટીને કારણે તેમની કંપનીનું સંતુલન બગડી ગયું. નાણાકિય વર્ષ 2017માં કંપનીનો નફો 1190 કરોડ હતો તે 2018માં 50 ટકા ઘટીને 529 કરોડ નોંધાયો છે. વેચાણ 2017માં 9013 કરોડ હતું તે ઘટીને 8148 કરોડનું થયું છે એટલે તેમાં પણ 10 ટકાનો ઘટાડો થયો છે. કંપનીના પ્રવક્તા એસ.કે. તિજારાવાલાએ સ્વીકાર્યું કે પતંજલિના વિતરકોએ જીએસટી અપનાવવામાં આળસ કરી. પરંતુ હવે કંપની નવી સીસ્ટમ પ્રમાણે કામ કરી રહી છે. બીજાને વિવિધ યોગાસન શિખવાડનાર બાબાની કંપનીને સરકારી જીએસ્ટીયાસન ભારે પડી ગયું છે.