એર ઇન્ડિયાની દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો જઇ રહેલી ફલાઇટ એઆઇ-૧૭૩ના ૨૧૬ પેસેન્જર્સ અને સોળ ક્રૂ આખરે ૫૬ કલાકે સહીસલામત સાન ફ્રાન્સિસ્કો પહોંચી ગયા છે.
બીજી તરફ ટાટા જૂથની એરલાઇન એરઇન્ડિયાના ચીફ કસ્ટમર એક્સપરિયન્સ એન્ડ ગ્રાઉન્ડ હેન્ડલિંગ ઓફિસર રાજેશ ડોગરાએ તમામ પ્રવાસીઓને તેમનું પુરેપૂરૂ ભાડું રિફંડ કરવાની અને ભવિષ્યમાં એર ઇન્ડિયામાં પ્રવાસ કરવા માટે વાઉચર પણ આપવાની જાહેરાત કરી હતી. એર ઇન્ડિયાની દિલ્હીથી સાન ફ્રાન્સિસ્કો ની ફલાઇટ એઆઇ-૧૭૩ છ જુને નવી દિલ્હીથી રવાના થઇ હતી.