LRD ભરતીમાં અનામત વર્ગની નારાજગી બાદ હવે બિનઅનામત વર્ગની નારાજગી સામે આવતા રાજ્ય સરકારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઇ છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 65 દિવસથી ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર બેઠેલી અમાનત વર્ગની મહિલાઓને મનાવવા માટે સરકારે ગઈ કાલે નમતું જોખ્યું હતું અને તારીખ 01-08-2018નો પરિપત્ર રદ્દ કરવાની તેમજ નવો પરિપત્ર સુધારા સાથે રજૂ કરવાની બાહેંધરી આપી હતી. ત્યારે આજે આ મામલે બિન અનામત વર્ગમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. પાસના નેતા દિનેશ બાંભણીયાએ આ અંગે એક મોટું નિવેદન આપ્યું છે. દિનેશ બાંભણીયા આજથી અન્નજળ ત્યાગની જાહેરાત કરી છે. દિનેશ બાંભણિયા તેમજ બિન અનામત વર્ગની કેટલીક મહિલાઓ આજથી જ ઉપવાસ આંદોલન કરવા જઈ રહી છે.
જણાવી દઈએ કે, અનામત મહિલા ઉમેદવારો પણ આજે લડી લેવાના મૂડમાં હતા. તેઓ પરિપત્ર રદ ન કરવા અને તેમજ તેમાં કોઈપણ ફેરફાર ન કરવાની માંગ સાથે ગાંધીનગર જિલ્લા કલેક્ટરને મળવા માટે દોડી ગયા હતા. ત્યાર બાદ તેઓ રેલી સાથે મુખ્યમંત્રી કાર્યાલય તરફ રવાના થયા હતા. જોકે થોડીવારમાં જ CMO જવાને બદલે તેઓએ સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરવાનો નિર્ણય લીધો હતો.
જો સરકાર એક તરફી નિર્ણય લેશે તો જલદ આંદોલન કરવામાં આવશે: દિનેશ બાંભણિયા
આ અંગે પાસ નેતા દિનેશ બાંભણિયાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, 1 ઓગસ્ટ 2018નો પરિપત્ર અમારો બંધારણીય અધિકાર છે. એની સાથે કોઇ બાંધછોડ નહિં થાય. ત્યારે તેની વિરુદ્ધમાં ગુજરાતમાં જલદ કાર્યક્રમ આપવામાં આવશે. સરકાર પરિપત્રમાં કોઇપણ ફેરબદલ કરે એમાં બિન અનામત વર્ગને વિશ્વાસમાં લે. સરકાર એક તરફી નિર્ણય લેવા જઈ રહી છે, ત્યારે અમે કાયદાકીય લડાઇ લડીશું.
કોને ફાયદો કોને નુકસાન?
LRDની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ સાથેના GADનો તા.1-8-2018નો ઠરાવ સરકાર રદ્દ કરે તો બિન અનામત કેટેગરીની મહિલાઓને અન્યાય થાય છે. તો બીજી તરફ સરકારે મંગળવારે અનામત કેટેગરીની મહિલાઓને તા.01-08-2018નો પરિપત્ર રદ્દ કરવાની તેમજ નવો પરિપત્ર સુધારા સાથે રજૂ કરવાની બાહેંધરી આપી છે. ત્યારે જોવાનું એ છે કે સરકાર આટલા ગંભીર અને નાજુક મામલે આગળ શું નિર્ણય કરશે.