લોકસભામાં કાશ્મીર ખીણ અંગેની ચર્ચામાં ગૃહમંત્રી અમિત શાહ કોંગ્રેસ પર જોરદાર વરસ્યા હતા. અમિત શાહે જમ્મુ- કાશ્મીરની હાલની સમસ્યા માટે પૂર્વ વડા પ્રધાન જવાહરલાલ નહેરુને જવાબદાર ઠેરવ્યા. શાહે કહ્યું કે ધર્મને નામે દેશના ભાગલા પાડવા નહેરુની ઐતિહાસિક ભૂલ હતી. કોંગ્રેસને કારણે દેશના ભાગલા ધર્મને આધારે પડયા. જો કોંગ્રેસે આવું ન કર્યું હોત આજે આતંકવાદ મુદ્દો જ ન હોત અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પણ આપણાથી અલગ ન હોત. શાહે કહ્યું કે કોંગ્રેસ અમને ઇતિહાસ ન શિખવાડે. તેમણે કહ્યું કે ત્યારે ૬૦૦ કરતા વધારે રજવાડા હતા પરંતુ ગૃહમંત્રી સરદાર પટેલે દરેક રજવાડાને હિંદુસ્તાનમાં સામેલ કરી લીધા.