રાજનેતાઓ પોતાના ભાષણમાં મફત રેવડી કલ્ચરનો મુદ્દો ઉઠાવતા આવ્યા છે. જ્યારે આ મામલો સુપ્રીમ કોર્ટ પણ પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ સવાલ કર્યો છે કે શું મતદારો કે જનતાને શિક્ષણ, સસ્તી વિજળી, પાણી અને સ્વાસ્થ્યની સુવિધા આપવી તેને મફત રેવડી કલ્ચર કહી શકાય? આ સાથે જ સુપ્રીમ કોર્ટે રાજકીય પક્ષો કે નેતાઓને ચૂંટણી સમયે અપાતા વચનો આપતા રોકી ન શકાય તેવી પણ સ્પષ્ટતા કરી દીધી છે. રેવડી કલ્ચરને પડકારતી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે પક્ષકારોને આ સવાલ કર્યો હતો.