રાજ્ય સરકારે મંજૂરી પરત લીધી હોવા છતાં સીબીઆઇ રાજ્યમાં તપાસ કરી રહી હોવાના આરોપ સાથે પશ્ચિમ બંગાળ સરકારે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી અંગે કોર્ટે જણાવ્યું હતું કે તે સુનાવણીમાં કેન્દ્ર અથવા પશ્ચિમ બંગાળ સરકારને કોઇ રાજકીય મુદ્દો ઉઠાવવાની પરવાનગી આપશે નહીં.
ન્યાયમૂર્તિ બી આર ગવઇ અને ન્યાયમૂર્તિ સંદીપ મહેતાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે તે ફક્ત કાયદાકીય મુદ્દા અંગે નિર્ણય લેશે અને કોર્ટ બંનેમાંથી કોઇ પણ પક્ષકારને રાજકીય દલીલો કરવાની મંજૂરી આપશે નહીં.