લોકસભાના છેલ્લા તબક્કામાં 8 રાજ્યોની 57 સીટો પર મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન પીએમ મોદીએ લોકોને વોટ કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કામાં આજે મતદાન થવાનું છે. હું આ તબક્કાના તમામ મતદારોને લોકશાહીના આ મહાન તહેવારમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા વિનંતી કરું છું. મને વિશ્વાસ છે કે આપણા યુવા અને મહિલા મતદારો રેકોર્ડ સંખ્યામાં આગળ આવશે અને તેમનો મત આપશે. ચાલો આપણે સાથે મળીને આપણી લોકશાહીને વધુ ગતિશીલ બનાવીએ.