કોરોના વાયરસના સંક્રમણના કારણે રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી ચાલી રહેલા મિની લોકડાઉનમાં સરકારે રાહત આપવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં આવતીકાલથી આંશિક લોકડાઉન અમલી બનશે. જેમાં વેપારીઓ સવારે 9 થી બપોરે 3 વાગ્યા સુધી દુકાનો ખોલી શકશે. આ નિર્ણય 27 મે સુધી અમલી રહેશે. જોકે 36 શહેરોમાં રાત્રી કર્ફ્ય થથાવત્ રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પીપાવાવમાં આ જાહેરાત કરી હતી.
આંશિક લોકડાઉનમાં છૂટછાટ મળતા હવે પાનના ગલ્લા, ચાની કિટલી, મોબાઇલની દુકાનો, હોલસેલ માર્કેટ, હેર સલૂન, હાર્ડવેરની દુકાનો, ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સની દુકાનો, રેડીમેડ કપડાની દુકાનો, વાસણની દુકાનો, પંચરની દુકાન, ગેરેજ ખુલ્લી રહેશે.