મોદી સરકાર એક રાષ્ટ્ર એક ચૂંટણી મુદ્દે આગળ વધી રહી છે ત્યારે કાયદા મંત્રાલયે શનિવારે 'બેલટ પેપરથી' ચૂંટણી કરાવવાની સંભાવનાઓ અંગે સ્પષ્ટતા કરી હતી. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે બેલેટ પેપરથી ચૂંટણી કરાવવાની સંભાવનાઓ પર વિચારણા કરવી એ સંયુક્ત સંસદીય સમિતિના અધિકારમાં નથી.