આજથી સંસદનું શિયાળુ સત્ર શરૂ થવાનુ છે. માનવામાં આવી રહ્યુ છે કે, સંસદના પહેલા જ દિવસે સંસદમાં ગરમ માહોલ જોવા મળશે. ત્યારે પીએમ મોદીએ શિયાળુ સત્ર શરૂ થતા પહેલા જણાવ્યું કે, આ સંસદનું મહત્ત્વપૂર્ણ સત્ર છે. દેશના નાગરિક સારું સત્ર ઇચ્છે છે.
શિયાળુ સત્ર પહેલા પીએમ મોદીએ કહ્યું- 'આ સંસદનું મહત્વપૂર્ણ સત્ર છે. દેશના નાગરિકો સારું સત્ર ઈચ્છે છે. તેઓ ઉજ્જવળ ભવિષ્ય માટે તેમની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, તમે ભવિષ્યમાં સંસદ કેવી રીતે ચલાવી, તમે કેટલું સારું યોગદાન આપ્યું, કેટલું સકારાત્મક કામ કર્યું, તે માપદંડ પર તોલવું જોઈએ. માપદંડ એ ન હોવો જોઈએ કે આટલા બળથી સત્ર કોણે રોક્યું. સરકાર દરેક વિષય પર ખુલ્લી ચર્ચા માટે તૈયાર છે. સરકાર દરેક સવાલનો જવાબ આપવા તૈયાર છે.