સંસદનું શિયાળુ સત્ર આજથી શરુ થવા જઈ રહ્યું છે. સંસદ સત્ર પહેલા પીએમ મોદીએ સંબોધન કર્યું અને કહ્યું કે, સત્રને સ્થગતિ થવાથી યુવા સાંસદોને નુકસાન થાય છે અને તે તેઓ ઘણું બધું શિખી શકતા નથી. પીએમ મોદીએ તમામ પાર્ટીના સાંસદોને સત્રને પ્રોડક્ટિવ બનાવાની અપીલ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે, આ વખતે શિયાળુ સત્ર મહત્વપૂર્ણ છે, કેમ કે તે એવા સમયે થઈ રહ્યું છે, જ્યારે ભારતને જી 20ની અધ્યક્ષતા કરવાનો અવસર મળ્યો છે.