સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિપક્ષ સંસદમાં સતત મોંઘવારી, બેરોજગારી, ખાદ્ય ચીજો પર જીએસટી, તપાસ એજન્સીઓના દુરુપયોગ જેવા મુદ્દાઓ પર હોબાળો કરી રહી છે, જેને પગલે સંસદ ઠપ્પ થઈ ગઈ છે. રાજ્યસભામાં મંગળવારે પણ વિપક્ષે ભારે હોબાળો કર્યો હતો અને ગૃહની કાર્યવાહી ખોરવી નાંખી હતી. પરિણામે રાજ્યસભામાં મંગળવારે ટીએમસી સાત, દ્રમુકના છ સભ્યો સહિત વિપક્ષના કુલ ૧૯ સભ્યોને એક સપ્તાહ માટે સસ્પેન્ડ કતરાયા હતા. જોકે, સસ્પેન્ડ કરાયેલા સાંસદોએ ગૃહ છોડવાનો ઈનકાર કરી દીધો હતો. મંગળવારે ગૃહની કાર્યવાહી ત્રણ વખત અને અંતે આખો દિવસ મુલતવી રાખવી પડી હતી.