આજે 18મી લોકસભાના પ્રથમ સત્રના બીજો દિવસે પણ શપથ ગ્રહણનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. ત્યારે લોકસભા સ્પીકર પદ માટે સત્તાધારી NDA અને વિપક્ષી ગઠબંધન વચ્ચે કોઈ સમજૂતી થઈ નથી. આ સાથે જ દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાશે. એનડીએ તરફથી ઓમ બિરલા અને વિપક્ષી ગઠબંધન તરફથી કે. સુરેશ લોકસભા સ્પીકર પદના ઉમેદવાર હશે.
કોંગ્રેસે ઓમ બિરલા સામે કે. સુરેશને મેદાનમાં ઉતાર્યા
દેશના ઈતિહાસમાં પ્રથમ વખત સ્પીકર પદ માટે ચૂંટણી યોજાવા જઈ રહી છે. ઓમ બિરલા એનડીએ તરફથી સ્પીકર ઉમેદવાર હશે, જ્યારે કે. સુરેશને I.N.D.I.A ગઠબંધનમાંથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. બંને નેતાઓએ ઉમેદવારી નોંધાવી છે. હવે લોકસભા સ્પીકર પદ માટે આવતીકાલે (26 જૂન) સવારે 11 વાગ્યે મતદાન થશે.