સંસદમાં થયેલી સુરક્ષાની ક્ષતિ અંગે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ બેકારી અને મોંઘવારીને જવાબદાર ઠરાવ્યાં છે. શનિવારે પત્રકારો સાથે વાત કરતાં તેઓએ કહ્યું કે, કેન્દ્ર સરકારની ખોટી નીતિઓને લીધે બેકાર યુવાનોને રોજી મળતી નથી. આ સાથે તેઓએ કહ્યું, સલામતીમાં ભૂલ જરૂર થઈ છે, પરંતુ સવાલ તે છે કે તે થઈ શા માટે ? દેશમાં સૌથી મોટો મુદ્દો બેકારીનો છે. આ દેશભરમાં ઉકળી રહ્યો છે. મોદી સરકારની નીતિઓને લીધે હિન્દૂસ્તાનમાં યુવાનોને રોજી મળતી નથી. સલામતીમાં ચૂક જરૂર થઈ છે. પરંતુ તે પાછળનું કારણ બેકારી અને મોંઘવારી છે.