સંસદ સંકુલમાં થયેલી ધક્કામુક્કી મામલે તપાસ અને બંને કેસની તપાસ (ભાજપની ફરિયાદ અને કોંગ્રેસની ફરિયાદ) ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. આ ઘટનામાં ઓડિશાના બાલાસોરના સાંસદ પ્રતાપ સારંગી અને ફર્રુખાબાદના ભાજપ સાંસદ મુકેશ રાજપૂત ઘાયલ થયા હતા, જેઓ હાલમાં ICUમાં દાખલ છે.
ભાજપ-કોંગ્રેસની સામસામે ફરિયાદ : સંસદ સંકુલમાં થયેલી ધક્કામુક્કી મામલે ભાજપની ફરિયાદના આધારે લોકસભાના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી, જેની તપાસ ક્રાઈમ બ્રાન્ચ કરશે. બીજી તરફ કોંગ્રેસે ભાજપના નેતાઓ સામે ફરિયાદ આપી હતી. હવે ક્રાઈમ બ્રાંચ CCTV ફૂટેજ માટે લોકસભા સચિવાલય સાથે વાત કરશે, ત્યારબાદ તપાસ આગળ ધપાવવામાં આવશે