દેશના સંસદ ભવન પર થયેલા હુમલાના 23 વર્ષ પૂર્ણ થવા પર વડાપ્રધાન અને ઉપરાષ્ટ્રપતિ સહિત વરિષ્ઠ નેતાઓએ શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, રાજ્યસભાના એલઓપી મલ્લિકાર્જુન ખડગે, લોકસભાના એલઓપી રાહુલ ગાંધી, કેન્દ્રીય એચએમ અમિત શાહ, કેન્દ્રીય મંત્રીઓ જેપી નડ્ડા, કિરેન રિજિજુ અને અન્યોએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.