આગામી પાંચ ઓક્ટોબરથી ક્રિકેટ વર્લ્ડ કપની શરૂઆત થવાની છે. ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પાંચ મેચો રમાવાની છે. આ મેચો દરમિયાન સ્ટેડિયમમાં આવનારા દર્શકોને પાર્કિંગ માટે કોઈ તકલીફ ના પડે તે માટે સ્ટેડિયમની આસપાસ વાહન પાર્કિંગ માટે કુલ 15 જેટલા પાર્કિંગ પ્લોટ પણ ખાનગી એજન્સીઓ દ્વારા ભાડે રાખવામાં આવ્યા છે.આ 15 પાર્કિંગ પ્લોટમાં કુલ 15 હજાર ટુ-વ્હીલર અને 8 હજાર જેટલા ફોર વ્હીલર પાર્ક કરી શકાશે.સ્ટેડિયમના અડધો કિલોમીટરથી લઇને અઢી કિલોમીટર સુધી વાહન પાર્કિંગ માટે વ્યવસ્થા કરવામાં આવી છે.(World Cup match) જેમાં ટુ-વ્હીલર અને ફોર વ્હીલરના પાર્કિંગ માટે અલગ અલગ પ્લોટ નક્કી કરવામાં આવ્યા છે.