ભારતે પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ 2024માં છઠ્ઠો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતીય એથ્લેટ પ્રવીણ કુમારે પુરૂષોની ઉંચી કૂદ T64 કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. પ્રવીણે આ ઈવેન્ટની ફાઈનલમાં 2.08 મીટરના જમ્પ સાથે ગોલ્ડ જીત્યો હતો. આ સાથે પ્રવીણે ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સના પોતાના મેડલનો રંગ બદલવામાં પણ સફળતા મેળવી હતી. તેણે ગત પેરાલિમ્પિક ગેમ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. પ્રવીણના આ મેડલ સાથે ભારતના મેડલની સંખ્યા 26 પર પહોંચી ગઈ છે અને મેડલ ટેલીમાં ભારત ફરી 14માં સ્થાને પહોંચી ગયું છે.