ભારત માટે બુધવારનો દિવસ શાનદાર રહ્યો. ભારતે ઉંચી કૂદ અને ભાલા ફેંકમાં બે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. આ પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે 20 મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ પહેલા ભારતે ટોક્યોમાં 19 મેડલ જીત્યા હતા. ભારતે પેરાલિમ્પિક્સ 2024માં અત્યાર સુધીમાં કુલ 20 મેડલ જીત્યા છે. જેમાં ત્રણ ગોલ્ડ, સાત સિલ્વર અને દસ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
બુધવારે ભારતે ઉંચી કૂદ અને ભાલા ફેંકમાં બે સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યા છે. ભારતને આ બે મેચમાંથી એક-એક મેડલની અપેક્ષા હતી. પરંતુ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરીને ભારતને બે-બે મેડલ અપાવ્યા હતા. આ પેરિસ પેરાલિમ્પિકમાં ભારતે અત્યાર સુધીમાં કુલ 20 મેડલ જીતીને નવો ઈતિહાસ રચ્યો છે.