57 kg કેટેગરીમાં ભારતના રેસલર અમન સહરાવતે રેસલિંગમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પ્યુર્ટો રિકોના ડારિયન ક્રૂઝને 13-5થી ધોબી પછાડ આપી અમને દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ સાથે જ ભારતના ખેલાડીઓએ પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધી કુલ છ મેડલ જીત્યા છે જેમાં એક સિલ્વર અને પાંચ બ્રોન્ઝ મેડલ સામેલ છે.