પેરિસ ઓલિમ્પિક 2024ને શરુ થવામાં હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ મહાકુંભની શરુઆત 26 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી આયોજન કરવામાં આવ્યું છે. દુનિયાની સૌથી મોટી રમતના આ આયોજનમાં ભારતીય ચાહકો એથલીટ પાસે સારા પ્રદર્શનની આશા રાખી રહ્યા છે.
સ્ટાર ભારતીય બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ આ વખતે ઓપનિંગ સેરેમનીમાં મહિલા ધ્વજવાહકની જવાબદારી નિભાવશે. તો ભારતીય પુરુષ દળમાં ધ્વજવાહકની જવાબદારી ટેબલ ટેનિસ ખેલાડી શરત કમલ નિભાવશે. આ બંન્ને ખેલાડીઓના નામની જાહેરાત ઓલિમ્પિક સંધની અધ્યક્ષ પીટી ઉષાએ કરી છે.
પીવી સિંધુ અને શરત કમલને ઓપનિંગ સેરેમની માટે ધ્વજવાહક બનાવવામાં આવ્યા છે. તો વર્ષ 2012ના ઓલિમ્પિક રમતમાં 10 મીટર એર રાઈફલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ગગન નારંગને આ વખતે શેફ-ડી મિશનની જવાબદારી સોંપવામાં આવી છે.