દસ રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર આજે (શુકવારે) ચૂંટણી યોજાઇ હતી. જેમાં આંધ્રપ્રદેશની 4 બેઠકો પર પણ મતદાન થયું. જેમાં YSRCPએ ચારેય બેઠકો પર જીતી મેળવી છે.
આ જીત સાથે, ઉપલા ગૃહમાં YSRCPની તાકાત વધીને 6 થઈ ગઈ છે. જણાવી દઈએ કે, રાજ્યસભાની આંધ્રપ્રદેશમાંથી કુલ 11 બેઠકો છે.
રાજ્યસભાના બે ટર્મના સાંસદ પરિમલ નથવાણી, જે 2008થી ઝારખંડનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ અધ્યક્ષ છે, તેઓ આંધ્રપ્રદેશથી રાજ્યસભા માટે YSR કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા છે.
જીત બાદ પરિમલ નથવાણીએ ટ્વીટ કરી કહ્યું, "મારા પર વિશ્વાસ વધારવા બદલ હું સીએમ જગનમોહન રેડ્ડીનો આભાર માનું છું અને રાજ્યના આગળના વિકાસ માટે તેમની સાથે કામ કરીશ." YSRCP નેતાઓના મતે નથવાણીની રજૂઆતથી રાજ્યને ઔદ્યોગિક મોરચે ફાયદો થશે. દેશના નીચલા ગૃહ એટલે કે લોકસભાની કુલ 25 બેઠકોમાંથી શાસક પક્ષ પાસે 22 બેઠકો છે.