રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ આજે સતત ત્રીજી ટર્મ માટે શપથ કર્યા હતા. ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ વૈંકેયા નાયડુએ તેમને પોતાની ચેમ્બરમાં શપથ ગ્રહણ કરાવ્યા હતા. આ મુદતમાં આંધ્રપ્રદેશનું પ્રતિનિધિત્વ કરતા પરિમલ નથવાણી અગાઉ દિલ્હીની યાત્રા કરવા અસમર્થ હોવાથી તેઓ તેમની સાથે ચૂંટાયેલા સભ્યોની સાથે શપથ ગ્રહણ કરી શક્યા ન હતા. ઝારખંડથી 2008 અને 2014 એમ સતત બે ટર્મ સુધી રાજ્યસભામાં ચૂંટાયેલા પરિમલ નથવાણી ત્રીજી ટર્મ માટે જૂન 19,2020ના રોજ આંધ્રપ્રદેશથી વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા.