ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરે વિશ્વાસ મત જીત્યો. 40 સભ્યોની વિધાનસભામાં 23 સભ્યોએ પર્રિકરનું સમર્થન કર્યું. ગોવાના ફ્લોર-ટેસ્ટમાં 23 ધારાસભ્યોએ પર્રિકરની તરફેણમાં,જ્યારે 16 ધારાસભ્યોએ વિરુદ્ધમાં મતદાન કર્યું. કોંગ્રેસના એક ધારાસભ્યએ વિશ્વાસ મત પહેલા ધારાસભામાંથી વોકઆઉટ કર્યું.