જિલ્લાના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીની મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અચાનક તબિયત લથડતા તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના અંગે ચર્ચા થઈ રહી હતી તે વચ્ચે હવે ધાનાણીએ જાતે જ એક વિડીયો શેર કર્યો છે. જેમાં તેઓની તબિયત સુધારો થયેલ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત પરેશ ધાનાણીએ હોસ્પિટલ ખાતેથી નિવેદન આપ્યું છે.
કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા દ્વારા વિડીયો મારફતે તબિયત સારી હોવાનું નિવેદન આપ્યું છે. તમને જણાવી દઈએ કે, ગઈકાલે સાંજના સમયે ત્ તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આમ, મુંબઈમાં તબિયત ખરાબ થઈ હોવાના સમાચારો બાદ પરેશ ધાનાણીએ આજે સોશિયલ મીડિયા દ્વારા વિડીયો જાહેર કરી તબિયત સારી હોવાનું જણાવ્યું છે