અમરેલી લેટરકાંડ મુદ્દે પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે 'નારી સ્વાભિમાન આંદોલન'ના અંતગર્ત 48 કલાકથી ધરણાં પર બેઠેલા પરેશ ધાનાણીને યુવતીએ લીંબુ પાણી પીવડાવ્યું હતું અને રાષ્ટ્રગીત સાથે ધરણાં પૂર્ણ કર્યા હતા. ઉપવાસ પૂર્ણ થતાં પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે 'મારી નાદુરસ્ત તબિયતના કારણે મારા માતૃશ્રી પહેલી વખત અહીંયા આવ્યા હતા ડોકટરોની ટીમ પણ હતી હાલ ધરણાં પુરા કરવાનો નિર્ણય લીધો છે.'