રાજ્ય સરકારના ગુણોત્સવ મહોત્સવનો જૂનાગઢ નજીક વંથલી તાલુકાનાં નરેડી ગામે પ્રાથમિક શાળામાં બહિષ્કાર થયો છે. બાળકો અને વાલીઓએ ગુણોત્સવનો બહિષ્કાર કર્યો છે. વાલીઓનું કહેવું છે કે એકથી પાંચ ધોરણ વચ્ચે માત્ર બે જ શિક્ષકો છે જેમાં એક શિક્ષક પ્રજ્ઞાચક્ષુ છે. વાલીઓએ બાળકોને શાળાએ નહીં મોકલીને શાળાની બહાર જ ભેગા થઈને ગુણોત્સવનો વિરોધ કર્યો હતો.