અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારની યુનાઈડેટ સ્કૂલમાં ફી મુદ્દે વાલીઓના હલ્લાબોલની સામે શાળા સંચાલકો ઝુક્યા છે. વાલીઓ સાથેની બેઠકમાં સંચાલકોએ સરકારી નિયમ મુજબ ફી વસુલવાની ખાતરી આપી હતી. આ સાથે જ જો સમિતિ ફી વધારો કરે તો વધારાની ફી ભરવા પણ વાલીઓએ તૈયારી દર્શાવી છે. અગાઉ ફી ભરવા મુદ્દે વાલીઓએ શાળા ખાતે હોબાળો મચાવ્યો હતો.