અમદાવાદની એચ.બી.કાપડીયા સ્કૂલ સામે છેતરપિંડીંની ફરિયાદ થઈ. શાળાએ CBSE સાથે જોડાણ હોવાનું કહીને વાલીઓને ગેરમાર્ગે દોર્યા. ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ મુજબ, વાલીએ શાળાનું CBSE સાથે એફિલિએશન હોવાની ખાતરીના આધારે જૂનિયર કે.જી.માં એડમિશન માટે 40 હજાર ચૂકવેલા, પણ આ વાત ખોટી ઠરી. હવે પોલીસે કેસમાં તપાસ શરુ કરી છે.