તંત્રીઓ કોઈક કોઝ માટે લખતા હોય અને તેમની હત્યા થાય ત્યારે ઊહાપોહ કરવાનું કદાચ ઉચિત ગણાય. તંત્રીઓ જ્યારે દુનિયાના ખરીદદાર અને દુનિયાના તરફદાર બને ત્યારે તેઓ સહનાભૂતિ જન્માવી શકતા નથી. એક અખબારી સ્ટોરી પ્રમાણે શિવસેનાના વડોદરા એકમના વડા રાજૂ રસીલદાર તો બાગબગીચાવાળા એ શહેરના દાઉદ ઈબ્રાહીમ કે વરદરાજન કે વરદાભાઈ કે અરૂણ ગવલી છે. રાજૂ રસીલદાસ દરેક માફીયાડોનની જેમ, નવરાત્રિમાં અને ગણેશત્સવમાં રાજાપાઠમાં મહાલે છે. દિનેશ પાઠકે વડાદરાના જે પોશ લત્તામાં રાજુ રસીલદાર ભવ્ય પાયા ઉપર મહોત્સવ યોજે છે. ત્યાંના આયોજકોને કીધું કે શિવસેનાના હાથમાં આ મહોત્સવનો દોર ન સોંપશો. કારણ કે એથી તો શહેરમા રાજૂ રસીલદારની ગુંડાગીરી વધી જશે. રસીલદારને બરોડાના જર્નાલિસ્ટો અમદાવાદના આબ્દુલ લતીફ સાથે એક જ છબરડિયા કૌસમાં મૂકે છે. રસીલદારે નવરાત્રિ ઉત્સવ દરમિયાન માઈક ઉપરથી જ જાહેર કર્યુ, દિનેશ પાઠક પણ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં હતા. આથી તેમની વચ્ચે પત્રકાત્વને કે રાજકારણને કે રાજકારણને લગતી વ્યવસાયી સ્પર્ધા નહીં પણ અર્થકારણની, ધંધાકીય આર્થિક બાંથબાથ હતી. વ્યવસાયી સ્પર્ધા નહીં પણ અર્થકારણની, ધંધાકીય આર્થિક બાથંબાથ હતી. છરા વડે 30 ઘા કરવા પડે એવું અને એટલું ખુન્નસ તો ધંધાકીય નાણાકીય અંટસમાંથી જ જન્મે. ગુજરાતમાં 90 ટકા પત્રકારો માટે છાપાંની નોકરી તો સામાજિક અને આર્થિક આરોહણ માટેની સીડી જેવી હોય છે. વડાદરામાં એક ચીફ રિપોર્ટર ભાઈ ખુલ્લાંખુલ્લા કહેતા રહ્યા છે કે આપડે ( એમ જ) તો ઈલેક્ટ્રિક ગુડ્ઝનું ઉત્પાદન કરતી આપડી (એમ જ) ફેક્ટરીનો સામાન ખપે એ માટેના સરકારી કોન્ટ્રેક્ટ્સ પૂરતા જ છાપાની આ લાઈનમાં છીએ. રિસ્પોન્ડ, રિસ્પોન્ડ, સુજ્ઞ વાચક, પ્લીઝ રિસ્પોન્ડ.
‘સમકાલીન’ના ભાઈબંધ અખબાર (રાધર ટેબ્લોઈડ) ‘સંઝા જનસત્તા’ એ થોડા દિવસ પહેલાં પહેલે પાને બોંતેર પોઈન્ટનું તોતિંગ મથાળું ફટકારેલું : ફૂટપાથ પર સે ઉઠાયા કોમા, બલાત્કાર કિયા કોમા માર ડાયા ફુલસ્ટોપ. આઠ વર્ષની નાની બાળા હતી. રેપ કરનાર માણસ 21 વર્ષની વયનો મવાલી હતો. અખબારો આવું મેટર ઓફ ફેક્ટ મથાળું ફટકારી શકે? આ વિશે ચર્ચા થઈ. પીઢ પત્રકારો એ કહ્યું, ન્યુઝ ઈઝ ન્યુઝ. દિનેશ પાઠકને ચપ્પુના 30 ઘા વડે રહેંસી નાખવામાં આવ્યા એવું મથાળું ‘સમકાલીન’માં વાંચીને એક રૂઢિચુસ્ત વાચકે પ્રશ્ન પૂછ્યો: તમારે દુ:ખદ અવસાન એમ લખવું જોઈતું ન હતું? સ્ત્તરમી સદીમાં વર્તમાનપત્રોમાં હજી પણ દરેક અવસાન દુ:ખદ હોય છે, દરેક આગ ભીષણ હોય છે અને દરેક મરનાર અહીં યુનિફોર્મલી ચિરવિદાય લેતો હોય છે. પેલા વાચકે કહ્યું, તમારે નિર્મમ હત્યા એમ લખવું જોઈએ. આ નિર્મમ શબ્દ ગુજરાતી અખબારોનો માનીતો શબ્દ છે. નિર્દય શબ્દ સૌ સમજે પણ ઈલ્લિટરેટ પત્રકારો શો ઓફફ કરવા માટે નિર્મમ શબ્દ વાપરે છએ. 95 ટકા વાચકોને આવા શુદ્ધ ગુજરાતી પણ અઘરા શબ્દથી મુર્છા આવી જાય છે. સમકાલીનતંત્રી મુંબઈના એક ગુજરાતી દૈનિકમાં ઉપતંત્રી હતો ત્યારે અલ્પસંખ્ય હતી અને આગની આ ઘટના બહુમાળી મકાન માટે પ્રથમ હતી. એ અખબારમાં સમકાલીનતંત્રીએ દૈનિકમાં આવેલું એક વર્ણન એક રિપીટ કર્યું (ગુજરાતી દૈનિકોની ભાષામાં કહીએ તો, દોહરાવ્યું) સેંકડો સ્ત્રીપુરુષો અને ટીનેએજર્સ મધરાતે ગાઉન્સ, નાઈટીઝ અને ફેન્સી નાઈટ ડ્રેસમાં નીચે, બિલ્ડિંગના ચોગાનમા ઊતારી આવ્યાં. મેઘધનુષના તમામ રંગવાળાં તેમનાં વસ્ત્રોએ જાણે એક ફેશન શો રચી કાઢ્યો. જ્યારે સેંકડો ગુજરાતી નાગરિકોના જીવ પડીકે બંધાયેલા હતા ત્યારે તમારા રિપોર્ટરને એમનાં વસ્ત્રોની વાત કરવાનું સુઝ્યું એક ચાવળા અને લાગવગિયા વ્યવસાયી ચર્ચાપત્રીએ તંત્રીને કાગળ લખ્યો. આ ભાઈ સિર્ફ પોતાનું નામ છપાવવા માટે જ અખબારોમાં પત્રો લખતા. મુંઝાયેલાઓનો મલાજો જાળવો (ત્યારે ગુજરાતી અખબારોમાંના સૌથી વધુ વપરાતા દસ શબ્દોમાં મલાજો શબ્દ અચૂક સ્થાન પામતો). સમકાલીનતંત્રીએ (એ ત્યારે 14માં નંબરનો એક મામૂલી સબ હતો) તંત્રીશ્રીના રજા લઈને પેલા ચાવળા સજ્જનને જવાબ વાળ્યો: અમેરિકામાં એક વાર ધોબણોનાં વંડામાં એક પાગલ માણસ ઘુસી ગયો તેણે એક લોન્ડ્રવુમન ઉપર બાળાત્કાર કર્યો અને તે (પેલો ગાંડો) ભાગી ગયો. એક અમેરીકન દૈનિક હાર્ડવેરની કે લોખંડબજારની જારર્ગાનમાં મથાળું ફટકાર્યું: નટ સ્ક્રુઝ વોશર, બોલ્ટ્સ. નટ એટલે ચક્રમ કે પાગલ. બોલ્ટ્સ એટલે ભાગી જાય છે. સુજ્ઞ વાચક, દિનેશ રમણલાલ પાઠકની હત્યાનો આપણે મલાજો જાળવીએ.