ટોક્યો પેરાલિમ્પિક્સમાં ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલે ફાઇનલમાં પહોંચીને ઇતિહાસ રચ્યો છે. ટેબલ ટેનિસ મહિલા સિંગલ્સની સેમિફાઇનલમાં ભાવિના પટેલે ચીનની ઝેંગ મિયાઓને 3-2થી હરાવી હતી. ભાવિના પટેલે સેમિફાઇનલ મેચ 7-11, 11-7, 11-4, 9-11, 11-8થી જીતી હતી. અત્યાર સુધી કોઈ ભારતીય મહિલા ઓલિમ્પિક અથવા પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતી શકી નથી. ભાવિના પાસે ભારતની પ્રથમ ગોલ્ડન ગર્લ બનવાની તક છે. 2016 માં પીવી સિંધુએ રિયો ઓલિમ્પિકમાં અને પેરાલિમ્પિક્સમાં દીપા મલિકે સિલ્વર મેડલ જીત્યો હતો. જોકે બંને ખેલાડીઓ અંતિમ મેચ હારી ગયા હતા.