ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા લેવાયેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર લીક થતાં રદ કરવામાં આવી છે. આ પરીક્ષા રવિવારે સવારે 11 વાગ્યાથી યોજાવાની હતી. પેપર લીકની માહિતી સામે આવ્યા બાદ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે હવે ગુજરાત રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા છે.
ગુજરાત સરકારની ટીકા કરતા કેજરીવાલે એક પત્રકારના ટ્વીટને રીટ્વીટ કર્યું અને લખ્યું કે, ગુજરાતમાં લગભગ દરેક પરીક્ષાનું પેપર લીક થાય છે. એનું કારણ શું છે? પેપર લીકના કારણે પરીક્ષા રદ થતાં કરોડો યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ ગયુ છે.