કેન્દ્રીય માનવ સંશાધનમંત્રી પ્રકાશ જાવડેકરના નવી દિલ્હી સ્થિત મંત્રીનિવાસસ્થાનની આસપાસના વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. આ સમગ્ર વિસ્તારમાં કોઈ નાગરિક કે અન્ય વ્યક્તિઓની અવરજવર પર પ્રતિબંધ જાહેર કરી દેવાયો છે. સીબીએસઈ અને સ્ટાફ સિલેક્સન કમિટીના પેપર લીક માટે હોબાળો મચતા કોઈ વિરોધ પ્રદર્શિત કરવા ત્યાં ન પહોંચે તે માટે આ પગલાં લેવાયાં છે.