નીટ-યુજીના પેપર લીકના વિવાદ વચ્ચે જે પણ ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થયા છે તેમના એડમિશનની પ્રક્રિયા આ મહિનાના અંત સુધીમાં શરૂ કરી દેવામાં આવી શકે છે. અગાઉ કાઉન્સેલિંગ સેશન જુલાઇના પ્રથમ સપ્તાહમાં શરૂ થવાની શક્યતાઓ હતી, જોકે કાઉન્સેલિંગ ઓથોરિટી દ્વારા કોઇ તારીખ જાહેર નહોતી કરાઇ. હવે એવા અહેવાલો છે કે નીટ મુદ્દે ૮ તારીખે સુપ્રીમના નિર્ણય બાદ આ મહિનાના અંત સુધીમાં આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી શકે છે. દેશમાં નીટના પેપર લીકને લઇને ભારે વિરોધ જોવા મળી રહ્યો છે, ઉમેદવારો ગેરરીતિનો આરોપ લગાવી પરીક્ષા રદ કરવાની માગણી કરી રહ્યા છે.