પોતાની મુછો અને આગવી અદાથી ઓળખાતા પ્રભાતસિંહ ચૌહાણનું ટૂંકી માંદગી બાદ નિધન થયેલું છે. 83 વર્ષની જૈફ વયે પ્રભાતસિંહએ દુનિયા માંથી વિદાય લીધી, પ્રભાતસિંહ ચૌહાણ પંચાયતથી પાર્લામેન્ટ સુધી પહોંચેલા ખૂબ જ લોકપ્રિય નેતા હતા તેમજ પ્રભાતસિંહના નિધનથી પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ છે.