હાલોલ-વડોદરા રોડ પર ભારતીય લશ્કરમાં સરહદે ફરજ બજાવતા જવાનના બાઇકને કોઇ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત થયું હતું. તેઓ તેમના બનેવી સાથે જઇ રહ્યાં હતાં ત્યારે જ કોઈ અજાણ્યા વાહન અડફેટે લેતાં તેમના બાઇકમાં આગ ભભૂકી ઉઠી હતી અને તેઓ રોડ પર પટકાયા હતાં. જેના કારણે બંન્નેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા.
ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપવામાં આવી
આર્મીના જવાનો દ્વારા અમિતકુમારને માદરે વતનમાં ગાર્ડ ઓફ ઓનર સાથે આપવામાં સલામી આપવામાં આવી હતી. જણાવી દઈએ કે અમિતકુમારનાં ફરજમાં જતી વેળાએ અકસ્માત બન્યો હતો. અકાળે નિધનના પગલે પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. દેશભક્તિનાં જયધોષ સાથે અમિતકુમારની અંતિમવિધિ કરવામાં આવી.