ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા રવિવારે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર હતી, જામનગરમાં 26 હજારથી વધુ યુવાઓ પરીક્ષા આપવા માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી, પરંતુ પેપર લીક થવાના મામલે પરીક્ષા રદ થતાં પરીક્ષાર્થીઓએ ઓબાડો મચાવ્યો હતો અને એસટી ડેપો પર આક્રોશભેર સૂત્રોચાર કર્યા હતા. પોલીસ તંત્ર દ્વારા તમામ પરીક્ષા કેન્દ્ર પર સજ્જડ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે રવિવારે પરીક્ષા લેવામાટે આયોજન કરાયું હતું. જામનગર માં 26,882 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા. જેમને માટે 80 સેન્ટરોમાં 897 બ્લોકની વ્યવસ્થા કરવામાં આવી હતી. જામનગર જિલ્લ પંચાયતમાં 31 જગ્યા ખાલી છે. જે અંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બેઠક યોજી 17 ફ્લાઈંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે.