સૌરાષ્ટ્રનો સૌથી મોટો અને ભાવનગર શહેર અને જીલ્લાની જીવાદોરી સમાન પાલિતાણા સ્થિત શેત્રુજી ડેમ છલકાયો છે. ગુજરાતમાં પહેલીવાર કોઈ ડેમ છલકાયો હોવાની ઘટના આ ચોમાસામાં બની છે. ગત રાત્રિના 3 કલાકે તેની 34 ફૂટની છલક સપાટી કુદાવી ઓવરફ્લો થયો છે. અમરેલી જિલ્લામાં એટલે કે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદના કારણે ડેમમાં 15340 ક્યુસેક પાણીની આવક અને જાવક શરૂ છે. હાલ ડેમના તમામ 59 દરવાજા 2 ફૂટ ખોલી નાખવામાં આવ્યા છે. જ્યારે નીચાણવાળા 17 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યારે હાલ ડેમ ઓવરફ્લો થતા પીવાના પાણીની સમસ્યા હલ થઈ ગઇ તેમ કહેવું પણ ખોટું નથી.