EUમાં બુધવારે થયેલી કાશ્મીર અંગેની ચર્ચામાં યૂરોપિયન યુનિયને જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવા અંગેના ભારતના નિર્ણયનું સમર્થન કર્યું છે. આ દરમિયાન પોલેન્ડ અને ઈટલીએ પાકિસ્તાનનો વિરોધ કર્યો હતો. EUની સંસદના કહ્યાં પ્રમાણે, ભારત અને પાકિસ્તાને કાશ્મીર મુદ્દાનું સમાધાન દ્વિપક્ષીય રીતે કરવું જોઈએ. ચર્ચા દરમિયાન પોલેન્ડના યૂરોપિયન કંઝર્વેટિવ એન્ડ રિફોર્મિસ્ટ ગ્રુપે કહ્યું કે, ભારત દુનિયાનું સૌથી મહાન લોકતંત્ર છે. આપણે તેમની આતંકી પ્રવૃત્તિઓને જોવી જોઈએ જે જમ્મુ કાશ્મીરમાં થઈ રહી છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે આ આતંકીઓ ચંદ્ર પરથી નથી આવતા. તેઓ પાડોશી દેશ (પાકિસ્તાન)માંથી જ આવી રહ્યા છે. એવામાં આપણે ભારતનું સમર્થન કરવું જોઇએ.