બોલિવુડના અભિનેતા અને અભિનેત્રીઓએ પણ સેનાની કામગીરીને બિરદાવી હતી. અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ ભારતીય વાયુ સેનાના સમર્થનમાં આગળ આવી હતી અને તેણે ટ્વીટરના માધ્યમથી વાયુ સેનાની કામગીરીને પ્રોત્સાહિત કરી હતી. જણાવી દઈએ કે, પ્રિયંકાએ પોતાના ટ્વીટમાં જય હિન્દ લખીને તિરંગાની ઈમેજ મૂકી હતી. આ ટ્વીટના કારણે કેટલાક પાકિસ્તાની ટ્વીટર વપરાશકર્તાઓએ તેને ટ્રોલ કરી હતી.
પાકિસ્તાની ટ્રોલર્સના મતે યુએનની એમ્બેસેડર હોવાના નાતે પ્રિયંકાએ યુદ્ધનું સમર્થન નહીં પણ શાંતિની અપીલ કરવી જોઈએ. પાકિસ્તાની ટ્રોલર્સે પ્રિયંકાના આ પગલાને યુદ્ધના ઉન્માદને પ્રોત્સાહન આપનારું ગણાવ્યું છે અને આ કારણે પ્રિયંકાને યુનિસેફના ગુડવીલ એમ્બેસેડરના પદ પરથી હટાવવાની માંગ કરી છે. જણાવી દઈએ કે પ્રિયંકાના પિતા ઈન્ડિયન આર્મીમાં હતા.