પાકિસ્તાનની મોટાભાગની બેન્કો ઇમરાન ખાન સરકારથી નારાજ છે. ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ(FATF) દ્વારા પડોશી દેશ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખતા બધી બેંકો હવે સરકાર સામે આવી ગઈ છે. બેન્કર્સએ સરકારથી માગ કરી છે કે તેઓ આતંકવાદીઓને મદદ કરવાનું બંધ કરે નહીં તો આગામી દિવસોમાં દેશ સંપૂર્ણ રીતે કંગાળ થઈ જશે.
પાકિસ્તાનના બેન્કર્સએ કહ્યું છે કે, પાકિસ્તાન સરકારે FATFના નિર્દેશોને ધ્યાનમાં લઈને કામ કરવું જોઈએ. જણાવી દઈએ કે, આ પહેલા FATFએ કહ્યું હતું કે પાકિસ્તાન જૈશ-એ-મોહમ્મદ, લશ્કર-એ-તોયબા અને જમાત-ઉદ-દાવા જેવા આતંકી સંગઠનોનું ફંડિંગ રોકવામાં નિષ્ફળ રહ્યું છે. સાથે જ FATFએ ચેતવણી આપતા કહ્યું કે, જો પાકિસ્તાન એક્ટોબર 2019 સુધીમાં તેમની 27 માગો પર કામ નહીં કરે તો તેને ‘ગ્રે’ લિસ્ટમાંથી ‘બ્લેક’ લિસ્ટમાં નાખવામાં આવશે.