પાકિસ્તાન સરહદ પર સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરતું રહે છે, ત્યારે શુક્રવારે ફરીથી જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લાના ખારી ખમરારા સેક્ટરમાં LoC પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ ભારતીય નાગરિકોના મોત નીપજ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, ખારી ખમરારા સેક્ટરમાં પાકિસ્તાન તરફથી કરવામાં આવેલ ગોળીબારની ઝપેટમાં મોહમ્મદ રફિકનું ઘર આવી ગયું હતું. જેમાં રફિક, તેની પત્ની રાફિયા બી અને પુત્ર ઈરફાન મોતને ભેટ્યા હતા. LoC પર હજુ પણ ગોળીબાર યથાવત છે. હજુ આ ઘટના વિશે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. LoC પર ભારતીય જવાનો પણ પાકિસ્તાની સેનાની આ કાયરતાપૂર્ણ હરકતનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.