ભારત સરકાર દ્વારા અનુચ્છેદ 370 હટાવ્યા બાદ પાકિસ્તાન હવે દુનિયાનું ધ્યાન ખેંચવા માટે બેલેસ્ટિક મિસાઈલ ગઝનવીનું પરીક્ષણ સફળતાપૂર્વક કર્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આજ કારણે પાકિસ્તાને કરાચી એરસ્પેસને ત્રણ દિવસ માટે બંધ કર્યું હતું.
ભારતને મિસાઈલ પરીક્ષણની સૂચના મળી હતી
બેલેસ્ટિક ગઝનવી જમીન પર 290થી 320 કિમી સુધી પ્રહાર કરવા માટે સક્ષમ છે. જે 700 કિલોગ્રામ વિસ્ફોટક લઈ જઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના કરાર પ્રમાણે કોઈ પણ પરીક્ષણની સૂચના ઓછામાં ઓછા ત્રણ દિવસ પહેલા આપવામાં આવે છે. પાકિસ્તાન તરફથી પણ આ પરીક્ષણ અંગેની સૂચના ભારતને આપવામાં આવી હતી. ભારતીય અધિકારીઓને આ અંગેની સૂચના 26 ઓગસ્ટે મળી હતી.