ભારત દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી બંને દેશોની વચ્ચે ખૂબ જ તણાવ ભરેલી સ્થિતિ જોવા મળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને કચ્છ અને દરિયાઈ સીમા પાસે હથિયાર અને આર્મીને ડિપ્લોય કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાને તેમના માછીમારોને પણ હાલ દરિયો ખેડવાની ના પાડી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાને લાહોરથી અટારી સુધીની સમઝોતા એક્સપ્રેસ પણ રદ કરી દીધી છે.
આ બધાની વચ્ચે અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને સલાહ આપી છે કે બંને દેશોએ વાતચીતથી તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને કહ્યું છે કે, તેઓ સીમા પર સૈન્ય ગતિવિધિઓને બંધ કરે અને એકબીજા સાથે વાત કરીને તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરે. સાથે જ અમેરિકન વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને ટકોર્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિયમો પ્રમાણે તેઓ તેમની જમીન પર આતંકવાદને આસરો ન આપે.