પાકિસ્તાનની સરકાર સામે ગિલગિટ બાલ્ટિસ્તાનમાં વિરોધ વધ્યો છે. શિયા મૌલવી શેખ બાકિર અલ હુસૈનીની ઈશનિંદાના કેસમાં ધરપકડ થઈ પછી સેંકડો પ્રદર્શનકારીઓએ દેખાવો કર્યા હતા અને ભારત સાથે જોડાઈ જવા માટે નારા લગાવ્યા હતા.
ગિલગિટમાં શિયા મૌલવી શેખ બાકિર અલ હુસૈનની ધરપકડ થઈ પછી ઉગ્ર વિરોધ ઉઠયો છે. પાકિસ્તાનની સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરીને સેંકડો સમર્થકોએ મૌલવીને છોડી મૂકવાની માગણી કરી હતી. ગિલગિટમાં સેંકડો લોકોએ એકઠા થઈને કારાકોરમ હાઈવે બ્લોક કરી દીધો હતો અને ભારતમાં જોડાઈ જવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. ચલો ચલો કારગિલ ચલો એવું બોલતી ભીડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.