વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલને પાકિસ્તાન તરફથી સમર્થન મળી રહ્યું છે. લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન બાકી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે મોદીએ પાકિસ્તાનનો મુદ્દો છેડયો હતો. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધી અને કેજરીવાલને પાક. તરફથી જે સમર્થન મળી રહ્યું છે તે તપાસનો વિષય છે.