પહલગામ આતંકવાદી હુમલાની જવાબદારીમાંથી હાથ ઝાટકી દેનારા પાકિસ્તાને પોતાની જ સંસદમાં સ્વીકાર્યું છે કે, તેણે જ UNSCના પ્રસ્તાવમાંથી પહલગામ આતંકવાદી હુમલા માટે જવાબદાર આતંકી જૂથ TRFનું નામ દૂર કર્યું હતું.
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિદેશ મંત્રી ઈશાક ડારે સંસદમાં કબૂલ્યું હતું કે, મેં જ UNSC (યુનાઈટેડ નેશન્સ ઓફ સિક્યુરિટી કાઉન્સિલ) દ્વારા મોકલવામાં આવેલા પ્રસ્તાવમાંથી પહલગામ આતંકી હુમલા માટે જવાબદાર આતંકી સંગઠન TRF (ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ)નું નામ દૂર કર્યુ હતું.