નગરોટા એન્કાઉન્ટરમાં ચાર આતંકવાદીઓ ઠાર થવા અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરક્ષા જવાનોના વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યું કે, આપણા જવાનોની બહાદુરીના કારણે જ પાકિસ્તાનનો કારસો નિષ્ફળ ગયો હતો. જવાનોની પ્રોફેશનલ એક્ટિવિટીના કારણે જ જમ્મુ-કાશ્મીરમાં લોકો સુરક્ષિત રહ્યા હતા. તેમની સતર્કતાના કારણે જમ્મુ-કાશ્મરીમાં લોકશાહીના અભ્યાસો ઉપર થયેલા હુમલાને નિષ્ફળ બનાવી શકાયો છે. જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકવાદીઓનો સફાયો સંકેત આપે છે કે, તેઓ વિનાશ વેરવા માટે જ અહીંયાં આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે નગરોટામાં થયેલા આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટર મુદ્દે વડા પ્રધાનની આગેવાની હેઠળ શુક્રવારે હાઇલેવલ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, એનએસએ અજિત ડોભાલ અને વિદેશ સચિવ સહિત કેટલાક ટોચના અધિકારીઓ અને ગુપ્તચર એજન્સીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ દરમિયાન ઘટના અને તેને કાબૂ કરવા અંગે જવાનોના વખાણ કરવામાં આવ્યા હતા જ્યારે આવી વધતી ઘટનાઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. બીજી તરફ એવો પણ ગણગણાટ છે કે, જે આતંકીઓ હણાયા છે તેઓ ૨૬/૧૧ની વરસીએ તેના કરતા પણ મોટો હુમલો કરવાની ફિરાકમાં આવ્યા હતા.