કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ રદ થવાના કારણે પાકિસ્તાન એ હદે વ્યાકુળ થઈ ગયું છે કે તેણે છેલ્લા બે દિવસમાં અનેક અવિચારી અને આડોડાઈપૂર્ણ પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. ભારત સાથે દ્વિપક્ષીય વ્યાપાર ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેણે ભારત માટે પોતાના એક એરસ્પેસ બંધ કરી દીધી અને હવે તેણે સમજૌતા એક્સપ્રેસને પણ અટકાવી દીધી છે. પાકિસ્તાને સમજૌતા એક્સપ્રેસને વાઘા બોર્ડર ઉપર નોધારી છોડી દીધી હતી. ભારત આવનારા અનેક પ્રવાસીઓ બોર્ડર ઉપર અટાવાયા હતા. પાકિસ્તાને ભારતીય સરહદમાં પોતાના ડ્રાઇવર અને ગાર્ડને મોકલવાની મનાઈ કરી દીધી હતી. પાકિસ્તાને જણાવ્યું કે, ટ્રેન ભારતમાં લઈ જવી હોય તો ભારત પોતાના ગાર્ડ અને ડ્રાઇવરને મોકલે. ભારતે પોતાના ડ્રાઇવર અને ગાર્ડ સાથેનું એન્જિન મોકલ્યું હતું અને ટ્રેનને ભારત પરત લવાઈ હતી.